VIDEO: સુરતમાં પુત્રએ સળિયાના ઘા ઝીંકી પિતાની ક્રૂર હત્યા કરી
સોર્સ : gstv
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા જોળવા ગામે પારિવારિક વિવાદમાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી છે. ઘરમાં બાથરૂમમાં પાણી નાખવા જેવી સામાન્ય બાબત પર પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આવી ગયેલા ઉશ્કેરાયેલા પુત્રે લોખંડના સળિયા વડે પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સળિયાના ઉપરાછાપરી ઘા વાગવાને કારણે પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ભયાનક હત્યાની ઘટના બાદ મૃતકની પત્નીએ તાત્કાલિક પલસાણા પોલીસ મથકે પોતાના જ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

