Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Protest over drinking water issue in Surat, corporator told to 'reduce power and speak slowly'

VIDEO: સુરતમાં પીવાના પાણી મુદ્દે જનાક્રોશ, કોર્પોરેટરને કહ્યું 'પાવર ઓછો કરો અને ધીમેથી બોલો'

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં પીવાના પાણીની સમસ્યાને લઈને  સ્થાનિક લોકોનો રોષ હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. સુરતના વોર્ડ નંબર ચાર કાપોદ્રા વિસ્તારમાં પાણીની તંગીથી તોબા પોકારી ઉઠેલા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઉગ્ર બનેલા સ્થાનિક રહેવાસીઓએ વોર્ડ નંબર ચારના કોર્પોરેટર હંસાબેન ગજેરાને ઘેરી લીધા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે કોર્પોરેટર હંસાબેન ગજેરાએ લોકોને 'થોડીક શાંતિ રાખો' તેમ કહી શાંત પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે 'પાવર ઓછો કરો અને ધીમેથી બોલો'. આ વિસ્તારમાં લોકો ઘણા સમયથી પાણીની સમસ્યાને લીધે અત્યંત હેરાન પરેશાન થઈ રહ્યા છે. જનતા અને જનપ્રતિનિધિ વચ્ચેની આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

App Store