Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Complaint against social media star Kirti Patel and suspended female constable in Surat

VIDEO: સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતનું પુણા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડ થયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાના કારનામાથી ચર્ચામાં આવ્યું છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને જાણીતા વેપારી રાજુભાઈ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પુણા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે આ બંનેએ વેપારીના પરિવાર વિશે અત્યંત બદનક્ષીકારક વીડિયો બનાવીને વાયરલ કર્યા હતા, એટલું જ નહીં, પુણા પોલીસ સ્ટેશનની બહાર જઈને પણ જોરજોરથી બૂમ-બરાડા પાડી હંગામો મચાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

App Store