VIDEO: સુરતમાં વ્યક્તિ કારમાં હોવા છતા લોક મારવાનો દાવો, પોલીસની સ્પષ્ટતા
સોર્સ : gstv
સુરત રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોલીસની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ ઉભો થયો હતો. વીડિયોમાં કારમાં વ્યક્તિ હાજર હોવા છતાં વાહનને લોક મારવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે સુરત રેલવે સ્ટેશન ટ્રાફિક કાર્યવાહી મામલે ACPનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, PI ભટ્ટ અને ટીમે ક્રેન સાથે ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી કરી છે. તપાસમાં સંબંધિત વાહન એક કલાકથી વધુ સમયથી રોડ પર ગેરકાયદેસર પાર્ક હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.

