Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Action of food safety department in Surat for the third consecutive day, 30 kg of inedible quantity seized

VIDEO: સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની સતત ત્રીજા દિવસે કાર્યવાહી, 30 કિલો અખાદ્ય જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સતત ત્રીજા દિવસે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે. શહેરના તમામ 9 ઝોનમાં કુલ 98 ડેરી અને હોટેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 30 કિલો જેટલો અખાદ્ય જથ્થો મળી આવતા તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કુલ 412 સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ ત્રણ દિવસ દરમિયાન કુલ 333 કિલો એનાલોગ ચીઝ, પનીર અને બટરનો પણ નાશ કરવામાં આવ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News