VIDEO: સુરતમાં રિક્ષાચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી
સોર્સ : gstv
સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર રોડ પર વાહન ચલાવવા બાબતે રિક્ષાચાલક અને સ્થાનિક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વધતા બંને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

