Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Tantra strict red eye on analogue cheese and cheese in Surat!

VIDEO: સુરતમાં એનાલોગ પનીર અને ચીઝ પર તંત્રની કડક લાલ આંખ!

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ફૂડ વિભાગની ટીમે સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ગોડાઉન પર અચાનક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન સ્થળ પરથી વેચાણ અર્થે રાખવામાં આવેલો પ્રતિબંધિત એનાલોગ ચીઝનો મોટો જથ્થો જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત સુરતમાં હવે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર સજ્જડ રોક લગાવી દેવામાં આવી હોવાથી આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાતાં ડેરી ઉત્પાદનોના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News