VIDEO: સુરતમાં મોબાઈલની લતે લીધો 13 વર્ષીય વિદ્યાર્થીનો ભોગ
સોર્સ : gstv
સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મોબાઈલની ઘાતક લતે એક ૧૩ વર્ષીય માસૂમ બાળકનો ભોગ લીધો છે.મૂળ ઓડિશાના પરિવારનો એકનો એક દિકરો પાલિકાની શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો.. મોબાઇલ જોતા દીકરાને માતા-પિતાએ હોમવર્ક કરવાનું કહેતાં જ માઠું લાગી આવ્યું હતું. જે બાદ તેણે પંખે લટકીને જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે.. ચૌક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે..

