Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Kamartod Khada in Surat caused huge outrage among motorists

VIDEO: સુરતમાં કમરતોડ ખાડાથી વાહનચાલકોમાં ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં કમરતોડ ખાડાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. પર્વત પાટિયા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તાજેતરમાં બનાવાયેલા કેટલાક રસ્તાઓ પણ ધોવાઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ખાડાઓના કારણે રોજબરોજ વાહનોને નુકસાન પહોંચતું હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે. વરસાદી મોસમમાં અકસ્માતની આશંકા પણ વધી હોવાથી સુરક્ષિત મુસાફરી માટે વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News