Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Huge fire in hotfix plastic waste near Mithikhadi, smoke gutters visible far away

VIDEO: મીઠીખાડી પાસે હોટફિક્સ પ્લાસ્ટિકના કચરામાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના લિંબાયત ઝોન સ્થિત મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડેપોમાં ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવેલા હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે દૂર સુધી ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

App Store

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા મથામણ શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાતાં સ્થાનિક રહીશોમાં ગૂંગળામણ અને ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ટેક્સટાઇલ અને પ્લાસ્ટિક વેસ્ટનો જાહેરમાં નિકાલ થતાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, જેથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.