VIDEO: સુરત સિવિલમાં રેગિંગ અને તબીબના આપઘાત સામે ABVPનો ડીન ઓફિસ બહાર ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
સુરત સિવિલ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ બનેલી રેગિંગ અને તબીબના આપઘાતની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ABVPના કાર્યકર્તાઓએ ડીન ઓફિસ બહાર ભારે જમાવડો કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને હોસ્પિટલમાં સતત વધતા રેગિંગના બનાવો અટકાવવા અને તબીબને ન્યાય અપાવવા માટે જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાની સ્પષ્ટ માંગ કરી છે. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા યોગ્ય અને લેખિતમાં આશ્વાસન આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત ચાલુ રાખવામાં આવશે.

