Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Heavy rains in Surat cause flooding in Mindhola river, bridge closure

VIDEO: સુરતમાં ધોધમાર વરસાદથી મીંઢોળા નદીમાં ઘોડાપૂર, પુલ બંધ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં પલસાણામાં 8 ઇંચ અને બારડોલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રામજી મંદિરથી હાઇવે જોડતા પુલ પર પાણી ફરી વળતા તંત્રએ બેરિકેટ મૂકીને પુલ બંધ કર્યો છે. નદી તોફાની બનતા તલાવડી વિસ્તાર અને કોર્ટ સામેના ખાડા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News