VIDEO: સુરતમાં ભારે વરસાદથી ખાડી ઓવરફ્લો: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ
સોર્સ : gstv
સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થતાં જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પર્વતપાટિયાના ગીતા નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થતાં સ્થાનિક પ્રશાસન સક્રિય બન્યું છે. તંત્ર દ્વારા માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને જાહેર જનતાને સાવચેત કરવામાં આવી રહી છે તેમજ લોકોને પોતાના ઘરનો માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડી ઘર ખાલી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

