VIDEO: સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા
સોર્સ : gstv
હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીદ્વારા શાળાઓમાં રજા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની કે રસ્તા બંધ થવાની સમસ્યા હોય, ત્યાંના શાળા સંચાલકોને સ્થાનિક સ્થિતિ મુજબ નિર્ણય લઈને રજા જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો પરિસ્થિતિ ગંભીર જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા અને જરૂરી સાવચેતી રાખવા માટે વાલીઓ અને શાળા પ્રશાસનને સત્તાવાર અપીલ કરવામાં આવી છે.

