VIDEO: સુરતના સિંગણપોરમાં આગનો તાંડવ: ફાયર પહોંચે તે પહેલાં સુરતીઓએ બતાવ્યું સાહસ!
સોર્સ : gstv
સુરતના સિંગણપોર-નવા મોહલ્લા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના પહેલા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ઉપલા માળે ૩ લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક સુરતીઓએ પોતાની જાન જોખમમાં મૂકીને દોરડાની મદદથી ત્રણેય લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. બિલ્ડિંગ પર ઊભા કરાયેલા ગેરકાયદેસર પતરાના શેડ અને ડોમના કારણે આ અગ્નિકાંડમાં લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે પણ ઈમારત પર ગેરકાયદેસર પતરાનો ડોમ હોવાનો સ્વીકાર કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

