VIDEO: મહાવીર શોપિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ, યુવતી બેભાન થતાં સારવાર માટે ખસેડાઈ
સોર્સ : gstv
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા મહાવીર શોપિંગ સેન્ટરના બીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. CNC મશીનમાં અચાનક આગ લાગતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. CNC મશીનમાં કામ કરતી એક યુવતીને ધુમાડાની અસર થતાં બેભાન થઈ હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગે યુવતીને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. આગના કારણે CNC મશીન બળીને ખાખ થઈ ગયું હતું, જ્યારે અન્ય સામગ્રીને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

