VIDEO: ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર શોભ્યું સૂર્યતિલક
સોર્સ : gstv
ગાંધીનગરના કોબા ખાતે આવેલ જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 22 મે એટલે કે આજે ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર સૂર્યતિલક થયું હતું. આ ખગોળીય અને આધ્યાત્મિક સંયોગને નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ચોક્કસ સમયે સૂર્યના કિરણો સીધા ભગવાનના મસ્તક પર પડે છે, જે દિવ્ય આભાનું નિર્માણ કરે છે. આ અદભૂત ઘટના વિજ્ઞાન અને શ્રદ્ધાના અનોખા સંગમ સમાન છે, જે વર્ષોથી ભક્તિના વાતાવરણમાં ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે.

