VIDEO: વળતર નહીં તો ટાવર નહીંની માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પરિપત્રની હોળી કરી.
સોર્સ : gstv
સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે મોરચો માંડ્યો છે. ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પાવરગ્રીડના વીજ ટાવર ઊભા કરવાની કામગીરીથી જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારી ખેડૂતો મોટી સંખ્યામાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકાર દ્વારા વળતર અંગે જાહેર કરાયેલા પરિપત્રની હોળી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 'વળતર નહીં તો ટાવર નહીં'ના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ માંગ કરી છે કે, તેમને જમીનનું બજાર કિંમત પ્રમાણે યોગ્ય ભાડું અથવા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે.

