VIDEO: મોરબી: વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા
સોર્સ : GSTV
મોરબીમાં વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં ૩૦૦ ગામના સરપંચોના સમર્થન સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો જોડાયા છે. હાથમાં વિવિધ સૂત્રો અને બેનરો સાથે ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે. વળતર મામલે તંત્ર સામે રોષ ઠાલવવા અને પોતાની માંગણીઓ બુલંદ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે.

