VIDEO:જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન
સોર્સ : GSTV
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખાતે ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેતીની સિઝન વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર લેવા પહોંચી રહ્યા છે, પરંતુ ખાતર ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતા નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. સંઘ પાસે આશરે 8,280 ગુણ ખાતરનો બફર સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં સરકારની મંજૂરીના અભાવે તેનું વિતરણ થઈ શકતું નથી. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ખાતર નહીં મળે તો પાક અને ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે. મામલે ખેડૂતો અને પૂર્વ ધારાસભ્યએ પણ રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.

