Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Farmers' outrage for water in Mahudha

VIDEO:મહુધામાં પાણી માટે ખેડૂતોનો આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ભરઉનાળે ગંભીર જળસંકટ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 35 વર્ષથી છેવાડાના ગામોમાં સિંચાઈનું પાણી ન પહોંચતાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે મોટા વાયદા કરનાર ધારાસભ્ય સંજયસિંહ મહિડા જીત્યા બાદ વિસ્તારમાં દેખાયા નથી. કેનાલ રિપેરિંગના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠ્યા છે. રજૂઆત બાદ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. પાણી નહીં મળે તો ખેડૂતો સાથે મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsfarmers