VIDEO: સ્વચ્છતામાં અગ્રેસર સુરતમાં પાલિકાના ગોડાઉનમાં ઝાડુની ભારે અછત
સોર્સ : gstv
સુરત મહાનગરપાલિકાની મોટી લાપરવાહી સામે આવી છે. સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર સુરત પાલિકાના ગોડાઉનમાં છેલ્લા બે મહિનાથી ઝાડુનો સ્ટોક ખાલી છે, જેના કારણે સફાઈકર્મીઓ સ્વખર્ચે સાવરણા ખરીદવા મજબૂર બન્યા છે. ઝાડુ, ઊભા ઝાડુ અને બ્રશ જેવા સાધનોની અછતને કારણે સફાઈ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકીની ફરિયાદો પણ વધી છે. પાલિકાના 11 હજાર કરોડના બજેટ છતાં ગ્રાઉન્ડ પર 8 હજાર સફાઈકર્મીઓ સાધનો વિના કામગીરી કરી રહ્યા છે. તંત્રના દાવા મુજબ સાધનો ખરીદવાનો ઓર્ડર અપાઈ ગયો છે, પરંતુ હજુ સુધી ડિલિવરી મળી નથી.

