Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Epidemics spread due to contaminated water in Mandvi, Surat district

VIDEO: સુરત જિલ્લાના માંડવીમાં દૂષિત પાણીને કારણે રોગચાળો વકર્યો, તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટ્યો છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છે. પાલિકાના વોર્ડ નંબર-3માં ઝાડા-ઊલટીના 38 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, જ્યારે પ્રાથમિક સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો આંકડો અલગ હોવાથી વાસ્તવિક સંખ્યા વધુ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

App Store

નવી ગટર લાઇનની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉથી ગંદા અને વાસ મારતા પાણી અંગે રજૂઆતો છતાં નગરપાલિકા તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે સાથે અંદાજે 161 ઘરોમાં ક્લોરીનની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.