VIDEO: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં BRTS બસ ચાલતી પકડતા વૃદ્ધ અને વિદ્યાર્થીઓ નીચે પટકાયા
સોર્સ : gstv
સુરતમાં સતત વિવાદોના ઘેરાવામાં રહેતી BRTS બસની વધુ એક લાપરવાહી સામે આવી છે, જ્યાં શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં બસમાં ચડવા જઈ રહેલા એક વૃદ્ધ સહિત કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ બસે નીચે પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસ ચાલક દ્વારા બસ અટકાવ્યા વગર જ આગળ વધારવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે નાગરિકોમાં ભારે રોષે ભભૂકી ઉઠ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

