VIDEO: સુરતના વેસુ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો,રાહદારીઓ પરેશાન
સોર્સ : gstv
સુરતના અત્યંત પોશ વિસ્તાર એવા વેસુમાં વરસાદ શરૂ થતાંની સાથે જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, વેસુ શ્યામ મંદિર નજીક ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને રસ્તા પર ફસાયેલા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા છે. અગાઉ પૂર આવ્યા બાદ તંત્ર દ્વારા મિટિંગો તો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પણે કામગીરી ન કરવાના કારણે આજે પણ સ્થિતિ જરાય બદલાઈ નથી અને ઠેર-ઠેર પાણી ભરાયા છે.

