સુરતમાં વધુ એક કાર ખુલ્લી ગટરમાં ખાબકી છે. કીમ-માંડવી રોડ પર બોરસરા પાટિયા નજીક એક ઈકો કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી હતી. અકસ્માત થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સ્થળે રસ્તાની કામગીરી પણ ચાલી રહી છે. સદ્નસીબે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.