Surat: દારુડિયાઓ બેફામ બન્યા, સોસાયટીમાં દારૂ પીને એક પરિવારના ઘરમાં કરી તોડફોડ
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે. લીંબાયત વિસ્તારમાં આવેલા કેશવ નગર 2 સોસાયટીમાં દારૂડિયાઓ દ્વારા એક પરિવારના ઘરમાં ઘૂસીને તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવતાં સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો છે.
માહિતી અનુસાર,સોસાયટીમાં દારૂ પીને કેટલાક દારૂડિયા ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકના એક ઘરના સભ્યએ તેમને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા દારૂડિયાઓએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે ઘરમાં હાજર સભ્યો ભયભીત થઈ ગયા હતા. આ ઈસમોને પોલીસનો કોઈ જ ડર નથી. તોડફોડનો આ સમગ્ર બનાવનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે,સોસાયટીમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારુપીને ઝઘડો પણ કરે છે. આંગણવાડીમાં દારની દારુની બોટલો પણ મળી છે અને ત્યાં કેટલીક ગેરપ્રવૃત્તિઓ થાય છે.

