Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : diamond industrialists worried about the impact of Trump's 25 percent tariff

VIDEO: Suratના હીરા ઉદ્યોગકારો ચિંતિત, ટ્રમ્પના 25 ટકાના ટેરિફ બોમ્બની અસર

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા દ્વારા જેમ્સ અને જ્વેલેરી પર લાગુ કરાયેલા 25% ટેરિફને લઈને સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનું માહોલ છે. સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ આ મુદ્દે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, "આ ટેરિફના કારણે ભારતના કટ અને પોલિશ્ડ ડાયમંડના નિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે." તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકા સાથે વાટાઘાટ કરવામાં આવી રહી છે અને ઇન્ડસ્ટ્રીને આશા છે કે આવતા દિવસોમાં પોઝિટિવ પરિણામ સામે આવશે.દિનેશ નાવડિયાએ જણાવ્યા મુજબ, ભારતની અંદર ડાયમંડની કટિંગ અને પોલિશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે અને તે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે અમેરિકામાં નિકાસ થાય છે. આવી સ્થિતિમાં ટેરિફ વધવાથી ભારતીય ડાયમંડ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો લાગી શકે છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ આ નિર્ણયથી ચિંતિત છે અને સરકાર તરફથી યોગ્ય પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

App Store
ટોપિક્સ:surattrump tariffdiamond industry