VIDEO: Suratમાં ખાડીપૂરની સ્થિતિ બાદ ડિમોલેશન યથાવત, નડતરકારક સ્ટ્રક્ચરો હટાવવાની કાર્યવાહી
સુરત શહેરમાં ખાડી પૂર અને તેના પગલે ઉદ્ભવેલા જળભરાવની સ્થિતિ બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાડીના વહેણમાં અવરોધ ઊભા કરતા તમામ પ્રકારના નડતર સ્ટ્રક્ચરો અને વ્યવસ્થાઓને દૂર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભેદવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલમાં અડચણરૂપ બની રહેલી વોટર લાઈનોને ઊંચી કરી દેવામાં આવી છે. સાથે જ, નાલાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનધિકૃત બાંધકામો અને સ્ટ્રક્ચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યાં છે.
કામગીરી યથાવત રહેશે
શહેરના અલગ-અલગ ઝોનમાં ખાડી વહેણમાં મુક્ત પ્રવાહ જળવાઈ રહે તે માટે તંત્ર સતત કામગીરીમાં લાગી ગયું છે. તંત્રનો ઉદ્દેશ છે કે વરસાદ દરમિયાન કે પછી કોઈપણ પ્રકારની પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સુરત મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચલાવવામાં આવશે અને ખાડીઓના સ્વચ્છ પ્રવાહ માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે

