Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Complex surgery, skin grafting in perineal area and left leg

VIDEO: Suratમાં રેલવે અકસ્માત બાદ જટિલ સર્જરી, પેરીનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ચામડીનું ગ્રાફ્ટિંગ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દી નયનાબેનને દાખલ કરાયા હતાં. તેમને ત્રણ મહિના પહેલા રાત્રે રેલવે અકસ્માત નડ્યો હતો. જેમાં તેમને સંડાસના આજુબાજુના ભાગ અને ડાબા પગમાં ઉપર ના ભાગે  ગંભીર ઇજા પહોંચી. તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ (Skin grafting) કરવામાં આવ્યું હતું. આર્થિક સંજોગોને કારણે એક અઠવાડિયા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

App Store

દાખલની સમયે હાલત

દર્દીની હાલત સારી ન હતી. પેરીનિયલ વિસ્તારની ઇજા અને પગના ઘા સારવાર માગતા હતા. દર્દીને તાત્કાલિક ICU માં દાખલ કરવામાં આવ્યા હતાં. સ્મીમેર હોસ્પિટલમાંથી ICUની દેખરેખ હેઠળ તાત્કાલિક સ્તરે સારવાર કરવામાં આવી હતી. જેમાં પેરીનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન ઓપરેશન કરાયું હતું. બે વખત ઘા સાફ કરવા માટે ડિબ્રાઈડમેન્ટ (Debridement) ના ઓપરેશન કરાયું હતું. ઘા પર ચામડી લગાવવાનું ઓપરેશન કરાયું હતું. દૈનિક ડ્રેસિંગ અને એન્ટીબાયોટિક સારવાર અપાઈ હતી. સાથે જ નિયમિત ફિઝિયોથેરાપી કરાતી હતી.

સિસ્ટોસ્કોપી કરાઈ

ઘા ધીમે ધીમે સારાં થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી (catheter) કાઢવામાં આવ્યું. પણ એમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી. યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું હતું. નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ હતી.દર્દીના ઘા સંપૂર્ણપણે સાજા થયા પછી, શારીરિક સ્થિતિ સુધરવા લાગી. ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી છે. મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગથી સાથ આપવામાં આવ્યો છે. અંતે આશરે દોઢથી બે મહિનાની સારવાર બાદ, દર્દી સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવા માટે યોગ્ય ગણાયા છે. 

ટોપિક્સ:suratsurgeryperineal