Surat News: બંગાળી સમાજના લોકો સાથે પોલીસે યોજી મિટીંગ, કાયદા અને નિયમો અંગે અપાઈ જાણકારી

સુરતની મોઢવણિક સમાજની વાડી ખાતે મેટ્રો મેડિકલ ટ્રસ્ટ દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશન, મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર પોલીસ સ્ટેશનના સાથે રાખીને એક સામાજિક ભવ્ય મીટીંગ રાખવામાં આવી હતી. જેનો ઉદેશ્ય એટલો જ હતો કે, બંગાળી સમાજમાં રહેતા સુરતના લોકોને કેટલીક સમસ્યાઓ થઈ રહી છે. લોકો ડરી રહ્યા છે. જેના માટે મેટ્રોમેડિકલ ટ્રસ્ટના ઓનર જમશેદઅલી દ્વારા આ ભવ્ય મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને પોલીસ દ્વારા બંગાળી સમાજના લોકોને સમજણ આપવામાં આવે કે તેમને ડરવાની જરૂર નથી તેઓ કાયદાકી રીતે દરેક નિયમોનું પાલન કરે અને આસપાસના પોલીસ સ્ટેશનનું સંપર્ક કરી શકે છે.
ભાડા કરારની એક કોપી આપી દે તેમજ દરેક પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ બનાવી લે. સાથે સાથે તેમને કોઈ પણ જાતની મુશ્કેલીઓ પડે કોઈપણ જાતની સમસ્યાઓ રહેવા માટે થાય તો પોલીસનો સંપર્ક કરે જેના માટે લાલગેટ પોલીસ સ્ટેશનના જાબાજ પીઆઇ ચૌધરીએ તમામ બંગાળી સમાજના લોકોને સાથે વાતચીત કરી હતી. તેમની સમસ્યાઓનો ઉકેલ કાઢ્યો અને તેમને રહેવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજ જોઈએ કેવી રીતે કયા કયા પુરાવાની જરૂર પડશે. જેથી તેઓ અહીં સારી રીતે સુરતમાં રહી શકે રોજી રોટી કમાવી શકે અને પોતાનો બિઝનેસ પર સારી રીતે કરી શકે તે માટે ઊંડી સમજ આપી હતી.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેડમ ગરાસીયા આવેલા હતા. લાલગેટ પોલીસ સ્ટેશનના પી.એસ. અંસારી પણ તમામ લોકોને ઊંડી સમજ આપી હતી. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મેટ્રો મેડિકલ ના ટ્રસ્ટના ઓનર જમશેદ અલી અને તેમની ટીમ દ્વારા ગુલદસ્તા બુકે આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત વર્ષથી બંગાળી સમાજ માટે ટ્રેન માટે લડત લગાવી રહ્યા છે. જમશેદઅલી ની માંગ છે કે એક સુરતની જનતા માટે બંગાળી સમાજના લોકો માટે રેલવે તંત્ર દ્વારા એક ટ્રેન ની વ્યવસ્થા કરી આપવામાં આવે જેની માંગણી કરવામાં આવી હતી. દિવાળી વેકેશન આવી રહ્યું છે માટે જેટલું બને એટલું બંગાળી સમાજના લોકો માટે કોલકત્તા જવા માટે એક અલાયદી ટ્રેન ની વ્યવસ્થા કરી આપવામાં આવે ડેલી નહીં તો વિકલી ત્રણ દિવસ માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરીને બંગાળી સમાજના લોકોને પોતાના વતન એ જવા માટે કોઈ પણ જાતની તકલીફ ના પડે.

