Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Commissioner Safla wakes up after confrontation with rulers in Surat municipality: Marathon meeting behind closed doors with city president and permanent chairman

Surat પાલિકામાં શાસકો સાથેના ઘર્ષણ બાદ કમિશનર સફાળા જાગ્યા: શહેર પ્રમુખ અને સ્થાયી ચેરમેન સાથે બંધબારણે મેરેથોન બેઠક

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Surat પાલિકામાં શાસકો સાથેના ઘર્ષણ બાદ કમિશનર સફાળા જાગ્યા: શહેર પ્રમુખ અને સ્થાયી ચેરમેન સાથે બંધબારણે મેરેથોન બેઠક
સોર્સ : gstv

સુરત પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના બદલીના હુકમથી શરૂ થયેલો વિવાદ અને વૈજ્ઞાનિક સર્વે વિના તૈયાર થયેલા ખાડી ડ્રેજિંગના રિપોર્ટનો મુદ્દો સરકાર સુધી પહોંચ્યા બાદ પાલિકાના વહીવટી તંત્રમાં હવે સંકલનની કવાયત શરૂ થઈ છે. ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલા નિર્ણયો સામે અસંતોષ વચ્ચે આગામી વહીવટી ગોઠવણ અને મહત્વના નિર્ણયો સ્થાનિક શાસકો સાથે સંકલનથી કરવાની દિશામાં પ્રયાસો શરૂ થયા હોવાનું પાલિકા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

App Store

સુરત પાલિકાના સૌથી વિવાદિત એવા સોલિડ વેસ્ટ વિભાગમાં અનેક કૌભાંડ થતા હોવાના આક્ષેપ છે. થોડા સમય પહેલાં પાલિકાનો કચરો શહેર બહાર નાખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પોલીસ ફરિયાદ પણ થઈ હતી. દરમિયાન મ્યુનિ. કમિશનરની બદલી થઈ હતી અને નવા કમિશનર રાજકુમાર બેનીવાલ આવ્યા હતા તેઓએ શાસકો સાથે સંકલન કરવાના બદલે કેટલાક સલાહકાર સાથે સંકલન કરી બદલી કરી દીધી હતી. શાસકોને વિશ્વાસમાં લીધા વિના થયેલી બદલી મુદ્દે સરકારમાં રજૂઆત થઈ હતી અને સરકારે ઠપકો આપ્યો હાવની વિગતો પણ ચર્ચાઈ રહી છે.

 બીજી તરફ ખાડી પૂર નિયંત્રણ માટે હાથ ધરાયેલા ટેકનિકલ અભ્યાસ દરમિયાન કન્સલટન્ટ એજન્સી દ્વારા રજૂ કરાયેલા પ્રાથમિક રિપોર્ટનો મુદ્દો પણ વિવાદમાં આવ્યો હતો. ખાડી ડ્રેજિંગ માટે અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ આ તારણો માટે જરૂરી વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સરકાર સ્તરે પણ ધ્યાન દોરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.

આ મુદ્દે શહેરી વિકાસ વિભાગના સ્તરે પણ રજૂઆતો થયા બાદ કન્સલટન્ટ દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક તારણોને અંતિમ આધાર ન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ફરીથી જરૂરી સર્વે અને અભ્યાસ કરાવીને રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ખાડી ડ્રેજિંગના ખર્ચ અને કામગીરી અંગે અગાઉ રજૂ કરાયેલા તારણો સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. 

આ દરમિયાન ગુરૂવારે બપોરે આઈસીસીસી ખાતે પાલિકા કમિશનર રાજકુમાર બેનીવાલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ વચ્ચે બંધ બારણે લાંબી બેઠક યોજાઈ હતી. બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો ન હતો, પરંતુ પાલિકા વર્તુળોમાં આ બેઠકને તાજેતરના વહીવટી વિવાદો વચ્ચે સંકલન સાધવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બેઠકમાં પાલિકામાં ખાલી પડેલી અધિકારીઓની જગ્યાઓ પર કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ ની જવાબદારી સોંપવા, કેટલાક અધિકારીઓ પર રહેલા અસમાન કામના ભારણને દૂર કરવા તથા વિવિધ વિભાગોમાં કામગીરીનું સંતુલન જાળવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. જોકે બેઠકમાં કયા મુદ્દે ચોક્કસ નિર્ણય લેવાયો તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

 પાલિકાના વહીવટી નિર્ણયો અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલનના અભાવની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. ખાસ કરીને બદલી અને જવાબદારી સોંપવાનો નિર્ણય અંગે પદાધિકારીઓને અગાઉથી વિશ્વાસમાં લેવાની માંગ ઉઠતી રહી છે. હવે મહત્વના વહીવટી નિર્ણયોમાં શાસકો સાથે સંકલન જાળવવા માટે બેઠક સહિતની કવાયત શરૂ થતાં આગામી દિવસોમાં તેની અસર જોવા મળે તેવી શક્યતા છે.