VIDEO: Surat: પી.પી.સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, એકબીજા પર ગુંડાઓની જેમ તૂટી પડ્યા વિદ્યાર્થીઓ
સોર્સ : GSTV
સુરતના માંગરોળના ધામરોડ પાટિયા પાસે આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈક કારણોસર ભારે બબાલ મચી હતી, જેના કારણે કેમ્પસ થોડા સમય માટે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકબીજા પર ગુંડાઓની જેમ તૂટી પડ્યા હતા અને જાહેરમાં મારામારી કરી હતી. યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની હિંસક ઘટના બનવાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ યુનિવર્સિટીના સત્તાધીશોના વિદ્યાર્થીઓ પરના કંટ્રોલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ છાશવારે નાની-મોટી બબાલ કરતા રહે છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

