Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Mother of two commits suicide

Surat: બે સંતાનોની માતાએ કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવ્યુ હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat: બે સંતાનોની માતાએ કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવ્યુ હોવાની આશંકા
સોર્સ : GSTV

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ પ્રકરણ જેવી બાબતમાં બે સંતાનની માતાએ ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

App Store

સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ગુરુવારે રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પ્રેમ પ્રકરણની આશંકા 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા મૂળ અમરેલીના રાજુલાની વતની હતી. જોકે, પ્રાથમિક તપાસમાં એવી શક્યતા સેવાઈ રહી છે કે પ્રેમ પ્રકરણને કારણે મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.

પરિવારની સ્થિતિ મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ઘર ગુજરાન ચલાવવા માટે હોટ ફિક્સના ખાતામાં કામ કરતી હતી, જ્યારે તેના પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલમાં વરાછા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.