Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Father-in-law kills son-in-law, shocking reason for murder revealed

Surat/ ચોક બજારમાં ખૂની ખેલ: સસરાએ જમાઈની હત્યા કરી, હત્યાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ચોક બજાર વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાનું કરૂણ પરિણામ આવ્યું છે, જ્યાં સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

App Store

હત્યાનું કારણ: પુત્રી સાથે જમાઈના વારંવારના ઝઘડા

પ્રાથમિક માહિતી મુજબ, હત્યાનું મૂળ કારણ પારિવારિક કંકાસ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જમાઈનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે. મૃતક સલમાન તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. આ બાબતને લઈને સસરા અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હત્યામાં પરિણમી.  ગુસ્સે ભરાયેલા સસરાએ જમાઈ સલમાન પર ચપ્પુના અનેક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ગંભીર ગુનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને આરોપી સસરાની ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે.

ઘરકંકાસના કારણે બનેલી આ હત્યાની ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કૌટુંબિક સંબંધોમાં વધી રહેલી હિંસા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.