Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bomb rumours create panic at Surat International Airport, young man tells staff 'I have a bomb, I will blow it up'

VIDEO: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી મચી, યુવાને સ્ટાફને કહ્યું 'મારી પાસે બોમ્બ છે ઉડાવી દઈશ'

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી મચી હતી. મળતા અહેવાલ પ્રમાણે એક યુવાને એરપોર્ટ સ્ટાફને કહ્યું કે મારી પાસે બોમ્બ છે. આ સાંભળીને એરપોર્ટ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. તુંરત સુરક્ષાજૃદળોએ તેને કોર્ડન કરી લીધો હતો અને ત્યાર બાદ તેની તપાસ આદરી હતી. જોકે તપાસ દરમિયાન યુવાન પાસે કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ ન મળી હતી. જોકે સમગ્ર મામલે ડુમસ પોલીસે યુવાનની અટકાયત કરી છે.

App Store

સતારાના મુસાફરે કહ્યું કે મારી બેગમાં બોમ્બ છે

દિલ્હી જઈ રહેલા મહારાષ્ટ્રના સતારાના મુસાફર મન્સૂર ખુદબુદીન શેખને મજાક કરવી ભારે પડી છે. સુરત એરપોર્ટ પર ચેક ઈન કાઉન્ટર પર મુસાફરોની બેગની તપાસ થઈ રહી હતી ત્યારે મન્સૂરે અચાનક કહ્યુંકે મારી બેગમાં બોમ્બ છે. આ સાંભળીને તુરંત જ પોલીસ અને સ્ટાફે તપાસ આદરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં એરપોર્ટ, પાસપોર્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ વિવિધ સ્કૂલો અને કોલેજેન બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચ્યો હતો. તો બીજી તરફ પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવાનનો ઈરાદો શું હતો, અને શા માટે આ કૃત્ય કર્યું હતું