VIDEO: Suratમાં વધુ એક ઓવરબ્રિજ જર્જરિત, પિલરના સળિયા દેખાવા લાગતા તાત્કાલિક રિપેરિંગની માગ
સોર્સ : GSTV
સુરત શહેરમાં વધુ એક જર્જરિત બ્રિજ સામે આવ્યો છે. હજીરા રોડ આવેલ ક્રિબકો રેલવે ઓવરબ્રિજ પિલરના ભાગમાં સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજ ગંભીર હોવાના કારણે હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી દ્વારા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી સહીત સુરત જિલ્લા કલેકટર, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. જર્જરિત બ્રીજના પુરાવા મોકલી બ્રિજ બંધ કરવા અને તાત્કાલિક રીપેરીંગ કરવા માટેની માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ; 2012 13 માં બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના કારણે પીલરના સળિયા દેખાયા છે.

