VIDEO: Suratની નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, ફાઈન આર્ટસના 32માંથી 28 વિદ્યાર્થીઓને કર્યા નાપાસ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના ફાઈન આર્ટસ વિભાગમાં અભ્યાસ કરતા ૩૨માંથી ૨૮ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર દર્શાવી ઝીરો માર્કસ આપી નાપાસ કરવામાં આવ્યા હતાં. સમગ્ર વર્ષ દરમિયાન તેઓ હાજર રહ્યાં ન હોવાનું કારણ આગળ ધરીને ઈન્ટરનલ પરીક્ષામાં ઝીરો માર્કસ મૂકી નાપાસ કરાયા હોવાનો આક્ષેપ કરાયા છે. વિભાગના આ મહિલા પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં મહિલા પ્રોફેસર દ્વારા ૨૮ જેટલા વિદ્યાર્થીઓમાં ગેરહાજર હોવાનું કારણ દર્શાવ્યું હતું. જેના કારણે બીજા સેમેસ્ટરના જાહેર થયેલા પરિણામમાં ૩૨માંથી ૨૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ અંગે વિભાગના વડાને જાણ કરાતા તેઓએ ઈન્ટરનલ ઈન્કવાયરી કમિટી બનાવી હતી. જેમાં વિદ્યાર્થીઓની સુનાવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે હાજર હોવાના તમામ પુરાવા કમિટી સમક્ષ રજૂ કર્યા હતા. અગાઉ આ મહિલા પ્રોફેસર વિરુધ્ધ અન્ય એક વિદ્યાર્થી દ્વારા પણ છેક રાજય સરકારને ફરિયાદ કરવામાં આવી હતી.

