VIDEO: સુરતના ભેસ્તાનમાં SMCની કાર્યવાહી સામે રોષ: ગરીબ ફેરિયાઓના વજન-કાંટા જપ્ત કરાયા
સોર્સ : gstv
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ગરીબ ફેરિયાઓ સામે લેવાયેલા આકરા પગલાંને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની ટીમે રસ્તા પર રોજીરોટી કમાતા નાના લારી-ગલ્લા ધારકોના વજન-કાંટા જપ્ત કરી લેતા મનપા કર્મચારીઓ અને ફેરિયાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. આગામી તહેવારો અને દિવાળી ટાણે જ ગરીબ શ્રમજીવીઓને નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. માત્ર નાના વેપારીઓ પર જ દંડ અને જપ્તીનો કોરડો વીંઝાતા SMCની બેવડી નીતિ છતી થઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. રોજીરોટી પર તરાપ વાગતા ગરીબ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

