VIDEO: Suratમાં GCAS પોર્ટલની ખામીઓને મુદ્દે ABVP દ્વારા ઉગ્ર વિરોધ, વિસંગતતાઓ દૂર કરવા માગ
સોર્સ : GSTV
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 'જિકાસ' (GCAS) પોર્ટલમાં રહેલી ખામીઓને મુદ્દે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ 'GCAS પોર્ટલ બંધ કરો'ના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું. વિરોધના પ્રતીક રૂપે વિદ્યાર્થીઓએ પોર્ટલના પૂતળાનું દહન કર્યું હતું, જેને પગલે યુનિવર્સિટી પરિસરમાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠને પોર્ટલની વિસંગતતાઓ દૂર કરવા મક્કમ માંગ કરી છે.

