VIDEO: વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી પર ધારદાર હથિયારથી હુમલો: લોકોમાં ભારે ચિંતા
સોર્સ : gstv
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સામાન્ય વાતમાં મારામારીની ઘટનાઓ બનવી હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં જ SMCના એક સફાઈ કર્મચારી પર મોડી સાંજે અજાણ્યા શખસ દ્વારા ધારદાર હથિયાર વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલા હુમલામાં કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી કચેરીમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ ઓફિસમાં કયા કારણોસર આ મારામારી થઈ તે હજુ અંકબંધ છે, જ્યારે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

