VIDEO: સુરતથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મતદારો પશ્ચિમ બંગાળ જવા રવાના, રેલવે સ્ટેશને જોવા મળ્યો ધસારો
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે સુરતમાં વસતા પરપ્રાંતીય કામદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતથી મોટી સંખ્યામાં મતદારો ઉધના-સંતરાગાછી ટ્રેન મારફતે પોતાના વતન પશ્ચિમ બંગાળ જવા રવાના થયા છે. આ કામદારોએ લોકશાહીના પર્વમાં જોડાવા માટે સુરતથી પ્રસ્થાન કર્યું છે, જ્યાં ઘણા મતદારોમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે.

