VIDEO: ભીષણ ગરમીમાં પાંડેસરામાં પાઈપલાઈન લીકેજ થતા પાણીનો ખુલ્લેઆમ બગાડ, લોકોએ ન્હાવા અને ગાડી ધોવા માટે લગાવી લાઈન
સોર્સ : GSTV
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં પાણીની મુખ્ય લાઈન લીકેજ થવાની ઘટના સામે આવી છે. લાઈન લીકેજ થવાને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેનો લાભ ઉઠાવીને કેટલાક લોકો ત્યાં રસ્તા પર જ ન્હાતા જોવા મળ્યા હતા, તો વળી કેટલાક લોકો પાણીના આ પ્રવાહમાં પોતાની ગાડીઓ ધોતા નજરે પડ્યા હતા. ભારે ઉનાળામાં જ્યારે પાણીની અછત વર્તાતી હોય ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો કેટલો યોગ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

