Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ₹2.05 crore scam in the name of Forex trading

VIDEO: Surat / ફોરેક્સ ટ્રેડિંગના નામે ₹2.05 કરોડનું કૌભાંડ; એપીકે ઇનોવેશનના સંચાલક ભાઈ-બહેન ઝડપાયા, પિતા અને ભાગીદાર ફરાર

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં ફોરેક્સ માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ‘એપીકે ઇનોવેશન’ પેઢીના સંચાલકો સામે ઇકો સેલે લાલ આંખ કરી છે. પોલીસે આ મામલે જય સોલંકી અને જ્યોતિ સોલંકી નામના ભાઈ-બહેનની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીમાં તેમના પિતા અશોક સોલંકી અને ભાગીદાર ઋષિ પટેલ પણ સામેલ હતા.આરોપીઓ રોકાણકારોને મહિને 4થી 5 ટકા વ્યાજ આપવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા હતા. તેમણે ફરિયાદી પાસેથી 35 લાખ અને અન્ય લોકો પાસેથી મળી કુલ 2.05 કરોડ જેવી માતબર રકમ ઉસેટી હતી. શેરબજારમાં મોટું નુકસાન થતા આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી હતી અને લોકોના નાણાં ચૂકવ્યા નહોતા. આ ટોળકી ખાસ કરીને સોસાયટીના રહીશો અને મિત્ર વર્તુળને નિશાન બનાવી છેતરપિંડી આચરતી હતી.

App Store