VIDEO: સુરતના ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી પર રેડ, દારૂની મહેફિલ ઝડપાઈ
સોર્સ : gstv
સુરતના બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં યુવતીના જન્મદિનની ઉજવણી દરમિયાન પોલીસે દરોડો પાડી ૧૪ યુવાનો અને ૮ મહિલાઓ સહિત કુલ ૨૨ વ્યક્તિઓની અટકાયત કરી છે. એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા મુજબ, રિદ્ધિ જરીવાલા નામના યુવતીના મિત્ર મંડળ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના યુવાનો સામેલ હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, ૯ કાર અને ૨૪ મોબાઈલ સહિત કુલ ૧.૬૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ફાર્મ હાઉસના માલિકની સંડોવણી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

