VIDEO: સુરતના ખરવરનગર BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો
સોર્સ : gstv
સુરતના ખરવરનગર BRTS બસ સ્ટેન્ડ પર યુવક અને હોમગાર્ડ મહિલા વચ્ચેનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. યુવક પોતાની મહિલા મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે મહિલા હોમગાર્ડે તેમનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. વીડિયો ઉતારવામાં આવતાં યુવક ઉશ્કેરાયો હતો અને તેણે મહિલા હોમગાર્ડને વળતો જવાબ આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. વાયરલ વીડિયોને પગલે હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

