VIDEO: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક લિફ્ટ ખોટકાતાં ૬ લોકો ફસાયા, સુરક્ષિત રેસ્ક્યુ
સોર્સ : gstv
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ B-2 અધવચ્ચે અટકી જવાની ઘટના બની હતી, જેના કારણે તેમાં સવાર ૬ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા…..સમયસૂચકતા વાપરીને લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ તુરંત જ ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનો ફાયર કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ એક કલાકની ભારે જહેમત અને સઘન રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ ૬ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં વેપારીઓ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

