VIDEO: Surat / કાપોદ્રામાં માતાની પડખેથી 3 વર્ષની બાળકીનું અપહરણ, આરોપી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની આશંકા
સોર્સ : GSTV
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી એક મહિલાની પડખેથી તેની ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અંદાજે 30 વર્ષીય અપહરણકાર બાળકીને ઉઠાવી જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે છેલ્લે સુરત રેલવે સ્ટેશન પર દેખાયો હતો. આ શખ્સ ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની આશંકાએ સુરત પોલીસની અલગ અલગ ટીમો અને 20થી વધુ જવાનો મધ્યપ્રદેશ રવાના થયા છે. પોલીસે અપહરણકારની ઓળખ મેળવવા ફૂટપાથ પર રહેતા 50 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી છે અને બાળકીની ભાળ મેળવવા માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવી જનતાની મદદ માંગવામાં આવી છે.

