Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 1 arrested with fake 500 rupee notes worth Rs 1.59 lakh

Suratમાંથી 1.59 લાખની 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે 1 ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Suratમાંથી 1.59 લાખની 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે 1 ઝડપાયો
સોર્સ : GSTV

Surat News: ગુજરાત ATS પોલીસે ભારતીય બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલીને ઉધના રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1,59,000ની ભારતીય બનાવટી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુરતના માંકણા ગામ ખાતે રહેતો હતો.

App Store

તે ભારતીય બનાવટી ચલણી નોટો પશ્ચીમ બંગાલ ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ 500ના દરની બનાવટી ચલણી નોટો બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરવામાં માટે લાવ્યો હતો. જેથી ભારતીય અર્થતત્રને ખોખલું કરવાના ઇરાદે લઇ આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે. હાલ ગુજરાત ATS પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. આ બનાવટી નોટો ક્યાં અને કોની પાસેથી મેળવી તે અંગે તપાસ કરશે.

પોલીસે અલગ અલગ મુદાઓને લઈ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ નામદાર કોર્ટ દ્વારા આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અન્ય એક આરોપી તાહિર જેનું નામ પણ સામે આવ્યું છે તેની ધરપકડ કરવાની બાકી છે. હાલ પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવી બનાવટી નોટો ક્યાં અને કોની પાસેથી મેળવી તે અંગે તપાસ કરશે.