Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Surat news: Woman jumps to death with son from 14th floor of building

Surat news: મહિલાએ ઈમારતના 14 માળેથી પુત્ર સાથે પડતું મૂક્યું, બંનેના મોત

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: મહિલાએ ઈમારતના 14 માળેથી પુત્ર સાથે પડતું મૂક્યું, બંનેના મોત
સોર્સ : gstv

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં  સુરતના ખટોદરા વિસ્તારમાં આવાસના બિલ્ડિંગના 14મા માળેથી એક માતાએ પોતાના દીકરા સાથે મોતની છલાંગ લગાવી હતી. આ દુ:ખદ ઘટનામાં બન્નેના મોત નિપજ્યા છે. ઉંચાઈ પરથી પટકાવાને કારણે થયેલા પ્રચંડ અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

App Store

 ઇજાગ્રસ્ત માતાનું સારવાર દરમ્યાન મોત

મોતની છલાંગ લગાવનાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં મહિલાનું મોત નીપજ્યું છે. 

 ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો

ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. માતાએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તમામ પાસાઓ હેઠળ તપાસ કરી રહી છે.

ટોપિક્સ:aatmhatyagujarat stategstv